<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

સુરત અને સુડા હદ વિસ્તારમાં હાઈવેથી સુરત શહેરને જોડતા ટી.પી. રસ્તાઓના તત્કાલ આયોજન માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક

જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપી કનેક્ટિવિટી સુધારવા અને ટી.પી. રસ્તાઓ ખુલ્લા કરવા અધિકારીઓને સૂચના

સુરત :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાની યાત્રાના અવસરે ઉજવાઈ રહેલા "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત જનસુવિધાઓને વધુ સશક્ત અને સુલભ બનાવવા હાઈવેથી સુરત શહેરને જોડતા ટી.પી. (ટાઉન પ્લાનિંગ) રસ્તાઓના તત્કાલ આયોજન અંગે માનનીય મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સંકલન અને સમીક્ષા બેઠક યોજાઈ હતી
સુરત શહેર તથા સુડા હદ વિસ્તારમાં સમાવિષ્ટ કામરેજ, પાસોદરા, લસકાણા, કઠોદરા, ખડસદ, ભાદા, વાલક, વેલજા, કઠોર, અબ્રામા, સણિયા-હેમાદ, સારોલી અને પુણા સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રહેણાંક અને ઔદ્યોગિક વિકાસ ઝડપી ગતિએ થયો છે. વધતી વસતી અને વિકાસને અનુરૂપ જરૂરી શહેરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે અસરકારક રોડ કનેક્ટિવિટી અત્યંત જરૂરી બની છે.
આ વિસ્તારોમાં અનેક સ્થળોએ ટાઉન પ્લાનિંગ યોજનાઓના અભાવે સ્ટ્રીટલાઇટ, પાણીની લાઇન, ડ્રેનેજ લાઇન, ગેસ લાઇન તેમજ માર્ગ સુવિધાઓ ઉભી કરવામાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. સાથે જ વાહનવ્યવહાર અને હાઈવેથી શહેર સુધીની કનેક્ટિવિટીમાં પણ વિવિધ અવરોધો ઉભા થયા છે. આ સમસ્યાઓના કાયમી નિવારણ માટે અને સમગ્ર વિસ્તારમાં સુવ્યવસ્થિત વિકાસ સુનિશ્ચિત કરવા તાત્કાલિક ટી.પી. આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ સંદર્ભે યોજાયેલી બેઠકમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વિવિધ વિસ્તારોમાં કનેક્ટિવિટી સંબંધિત પ્રશ્નોની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને હાઈવેથી સુરત શહેરને જોડતા ટી.પી. રસ્તાઓ ઝડપથી ખુલ્લા કરવા, જરૂરી પ્રક્રિયાઓમાં ગતિ લાવવા તેમજ વિકાસલક્ષી કામોમાં સંકલનપૂર્વક કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જનહિતના કાર્યો અને નાગરિકોની સમસ્યાઓના નિવારણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે તેમજ વિકસતા વિસ્તારોમાં લોકોને વધુ સારી અને સુલભ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે અસરકારક આયોજન સાથે કામગીરી કરવામાં આવે

(6:22 PM IST)