<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

ધંધૂકામાં હત્યા કેસના આરોપીઓના ગેરકાયદે દબાણ પર બુલડોઝર કાર્યવાહી શરૂ :ઘરના વીજ જોડાણ પણ કપાયા

પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓના ગેરકાયદે કબજા પર બુલડોઝર ફરી વળ્યું: 14 દુકાનોના શેડ તોડવાની કામગીરી શરૂ :ખાટકીવાડામાં 5 મકાનોનું દબાણ દૂર કરવા કાર્યવાહી

ધંધૂકામાં વિધર્મી દ્વારા કરાયેલી હત્યા કેસમાં બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓના ગેરકાયદે કબજા પર બુલડોઝર ફરી વળ્યું છે.હત્યા કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. બે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.આરોપીઓના ઘરના વીજ જોડાણ પણ કાપી નાંખવામાં આવ્યા છે. 14 દુકાનોના શેડ તોડવાની કામગીરી પણ કરવામાં આવી છે. ખાટકીવાડામાં 5 મકાનોનું દબાણ દૂર કરવા કાર્યવાહી કરાઈ છે.

ધંધુકામાં થયેલા ધર્મેશ ગમારા હત્યા કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. કેસના બંને આરોપીઓને ગઈકાલે ધંધુકા કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જોકે કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.આ સમયગાળામાં પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરી ઘટનાની સંપૂર્ણ વિગતો બહાર લાવવા પ્રયાસ કરવામાં આવશે.

 

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ધર્મેશ ગમારાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેના કારણે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો.કોર્ટમાં રજૂ કર્યા બાદ બંને આરોપીઓનું સરથસ પણ કાઢવામાં આવ્યું હતું. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે અને આગળની કાર્યવાહી કોર્ટના આદેશ મુજબ કરવામાં આવશે.

(11:27 AM IST)