<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

અમદાવાદમાં મતદાન દરમિયાન ગરબડ થશે તો ૩ મિનિટમાં પોલીસ પહોંચશે

ડ્રોન અને સીસીટીવીથી નજર : ર૦ હજાર જવાનો તહેનાત

અમદાવાદઃ  શહેરની મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો માટે રવિવારે (૨૬મી એપ્રિલ) મતદાન માટે શહેર પોલીસે બંદોબસ્‍ત ગોઠવવા તૈયારીઓ આરંભી દીધી છે. મતદાન દરમિયાન ટોળાંશાહી કે ગરબડ કરવાની કોશિષ કરવામાં આવશે તો ૩ જ મિનિટમાં પોલીસની ટુકડીઓ પહોંચી જાય તેવી વ્‍યવસ્‍થા કરાઈ રહી છે.

ઉપરાંત સીસીટીવી અને ડ્રોનથી સર્વેલન્‍સ કરવા માટે ૧૫૦થી વધુ પોલીસ ટુકડીઓનું ક્રોસ પેટ્રોલિંગ ગોઠવાશે. એસઆરપી, સીઆરપીએફ અને આરએએફને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્‍તારોમાં તહેનાત કરાશે. અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્‍ચ, એસઓજી, એટીએસ અને પીસીબીની ટીમો ઝોનદીઠ વ્‍યૂહાત્‍મક રીતે કાર્યરત કરાશે. 

(3:40 PM IST)