તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
એન્ટી ડ્રોન દ્વારા આ ત્રણ સ્થાન ઉપર ડ્રોન દેખા દયે તો ખાત્મો બોલવી દેજોઃ અનુપમસિંહ ગેહલોત
અમદાવાદ રથ યાત્રાઃ કાઉન્ટ ડાઉન શરૂઃ નાયબ મુખ્ય મંત્રી દ્વારા આખા રૂટનું નિરીક્ષણઃ dgp જ્ઞાનેન્દ્રસિંઘ મલ્લિક, સીપી અનુપમસિંહ ગેહલોત સાથે ગુપ્તચર (ib) વડા અશોક કુમાર યાદવ પણ રથ યાત્રા પહેલા ATS દ્વારા આતંકવાદી ઝડપાતા સામેલ : સીપી, જોઈન્ટ સીપી ક્રાઇમ શરદ સિંઘલ, સેક્ટર વડા નીરજ બડ ગુજ્જર, સેક્ટર ૨ વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણ, ડીસીપી રૂપલ સોલંકી, ડીસીપી ભરત રાઠોડ, ડીસીપી હર્ષદ પટેલ વિ. સાથે મનોમંથન બાદ બંદોબસ્ત મજબૂત બનાવવા રણનીતિમા ફેરફાર

રાજકોટ, તા.૧૫: દેશમાં પોલિસ બંદોબસ્તની દ્રષ્ટિએ જેનો બીજાં નંબરે બંદોબસ્ત છે, તેવી અમદાવાદ રથ યાત્રાનું કાઉન્ટ ડાઉન શરુ થયું છે. રથ યાત્રાના સમગ્ર રૂટનું નાયબ મુખ્ય મંત્રી દ્રારા નિરીક્ષણ કરવામાં આવેલ, હર્ષભાઈ ઉપર અમદાવાદ પોલિસ દ્રારા ટેકનૉલોજીના માધ્યમ દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવેલ. ટેકનોલોજીનો ઉપયોગ અહીં સુઘી સીમિત રહ્યો નથી, ભગવાન જગન્નાથ મંદિર, ભાગવાનના મામાંના ઘર સહીત ત્રણ સ્થળો ઉપર પોલિસની મંજૂરી વગર ઉડતા ડ્રોન એન્ટી ડ્રોન સિસ્ટમ દ્રારા તોડી પાડવાનો આદેશ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્રારા આપવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવે છે.
રથોના રક્ષણ માટે ૪૫૦ જવાનો ચાલીને સાથેજ રહેશે. જેમાં આધિકારીઓ પાણ જોડાશે. હર્ષભાઈના નિરીક્ષણ સમયે રાજ્યના મુખ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિઘ મલ્લિક, પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ib વડા અશોક કુમાર યાદવ પણ જોડાયા હતા. અમદાવાદનો વિશાળ અનુભવ ધરાવતા સુરતના એડી. પોલીસ કમિશનર બલરામ મીનાને પણ અમદાવાદ રથ યાત્રામા મહત્વની જવાબદારીઓ સુપ્રત થયેલ છે. રથયાત્રા માટે IIT માંથી ટેકનીકલ ડિગ્રી જેમને મેળવી છૅ, તેવા પોલીસ કમીશનર અનુપમસિંહ ગેહલોત, જોઇન્ટ પોલીસ કમિશનર નીરજ બડ ગુજ્જર ટીમ દ્વારા રથ યાત્રામા ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. રથ યાત્રા પહેલા આતંકી તત્વો ઝડપાતા ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ સીપી શરદ સિંઘલ, ડીસીપી અજિત રાજિયાણ ટીમ દ્વારા પોલિસ કમિશનરના માર્ગદર્શનમાં રણનીતિમાં ફેરફાર કરેલ છે. સેકટર ૨ જયપાલસિંહ રાઠોડ દ્વાર સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત થયેલ કામગીરીની સતત સમીક્ષા થાય છે. ડીસીપી ઝોન ૩ રૂપલ સોલકીને સુરત ક્રાઇમ બ્રાન્ચ અનુભવ આધારે મહત્વની ફરજ રાજ્ય સરકારે આપી છે, ડીસીપી ઝોન ૨ ભરત રાઠોડ, ડીસીપી ઝોન ૧ હર્ષદ પટેલના વિવિધ રથ યાત્રા બંદોબસ્ત ધ્યાને રાખી તેમને પણી વિશેષ જવાબદારી આપી છે. કાલે અમિતભાઈ શાહ હસ્તે મંગળા આરતી, અને મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી દ્રારા પાહિન્દ વિધિ બાદ રથ યાત્રાનો મંગલ પ્રસ્થાન થશે.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
