<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

ટોલપ્‍લાઝા પર ઓવરલોડ વાહન પસાર થશે તો ફાસ્‍ટેગથી દંડ વસૂલાશેઃ ૪૦ ટકાથી વધુ હોય તો ચાર ગણો દંડ

રાજ્‍યનાં ટોલપ્‍લાઝાઓ પર હવે આરટીઓ ઇન્‍સ્‍પેક્‍ટરોની કામગીરી કરાશે : ઓટોમેટિક દંડની રકમ વસૂલીને ભ્રષ્ટાચારને ઘટાડવાનો દાવો કરાયો, ઓવરલોડ વાહનોમાં નિયમો કરતા ૧૦ ટકા વધુ હોય તો ફ્રી, ૧૦થી ૪૦ ટકા હશે બે ગણો દંડ

અમદાવાદ,તા.૨૦: નેશનલ હાઇવેના ગુજરાત સહિત વિવિધ ટોલપ્‍લાઝા પર હવે ઓવરલોડ વાહન પસાર થશે તો ફાસ્‍ટંગથી દંડ વસૂલાશે. નવા નિયમ મુજબ ટૂંકમાં ટોલપ્‍લાઝા પર હવે આરટીઓ ઇન્‍સ્‍પેકટરોની કામગીરી કરાશે!. ઓવરલોડ વાહનમાં નિયમ કરતાં ૧૦ ટકા સુધી ફી રહેશે, ૧૦થી ૪૦ ટકા ઓવરલોડ હશે તો બે ગણો દંડ કરાશે અને ૪૦ ટકાથી વધુ હોય તો ચાર ગણો દંડ ફાસ્‍ટંગના માધ્‍યમથી વસૂલાશે. ગત ૧૩મી એપ્રિલથી કેન્‍દ્રના ટ્રાન્‍સ્‍પોર્ટ વિભાગ દ્વારા પરિપત્ર કરાયો છે. ગુજરાત સરકાર દ્વારા ચૂંટણી બાદ પરિપત્ર કરીને અમલવારી થયા બાદઁ દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાશે.

આનાથી બેરોકટોક ઓવરલોડ વાહનો સામે તવાઈ આવશે અને ઓટોમેટિક દંડની રકમ વસૂલીને ભ્રષ્ટાચારને ઘટાડવાનો દાવો કરાયો છે. ગુજરાતમાં ઓવરલોડ વાહનોમાં નિયમ વિરુદ્ધ સામાન ભર્યો હોય છે, જેની સામે સખત કાર્યવાહી થતી નહીં હોવાનું મનાય છે. ઓવરલોડ વાહનોને કારણે ગંભીર અકસ્‍માત થતાં હોય છે, રસ્‍તા પર આરટીઓ અને પોલીસ અધિકારી વારંવાર કાર્યવાહી કરે છે, આમ છતાં યોગ્‍ય પરિણામ મળતું હોવાથી તંત્રની જાણ બહાર પસાર થતાં નિયમ વિરુદ્ધ ઓવરલોડ વાહનોને નેશનલ હાઈવે પર આવેલા ટોલપ્‍લાઝા પર ફાસ્‍ટેગ પરથી દંડ વસૂલાશે. વાહનવ્‍યવહારના નિમય મુજબ ઓવરલોડ વાહનમાં

૨૮.૫ ટન ભરેલા સામાન હોવાના નિયમ સામે ૧૦ ટકા વધુ સામાન એટલે કે, ૩૧.૩૫ ટન સુધી સામાન હશે તો દંડ નહીં વસૂલાય, ૧૦થી ૪૦ ટકા સામાન એટલે કે, ૩૧.૫થી ૩૯.૯૦ ટન સામાન ભરેલો હશે તો બે ગણો દંડ વસૂલાશે અને ૪૦ ટકા (૩૯.૯૦ ટકા ટન)થી વધુ સામાન હશે તો ચાર ગણો દંડ સ્‍થળ પર ફાસ્‍ટંગથી વસૂલવામાં આવશે. દંડની રકમ રોકડમાં નહીં વસૂલી શકાય. ચર્ચા છે કે, આરટીઓના ટેકનિકલ ઇન્‍સ્‍પેકટરોનો ઓવરલોડનો વિષય છે. આમ છતાં ઇન્‍સ્‍પેકટરો પાસેથી કામગીરી લઈને ટોલપ્‍લાઝાને કામગીરી સોંપવા પાછળનો પ્રશ્ન પૂર્વ અધિકારીઓને મુંઝવી રહ્યો છે.

ઓવરલોડની આ રીતે ચકાસણી થશે

નેશનલ હાઇવેના અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, કેન્‍દ્રના ટ્રાન્‍સ્‍પોર્ટ વિભાગ દ્વારા કરાયેલા પરિપત્રમાં જણાવ્‍યા મુજબ નેશનલ હાઇવેના પ્રત્‍યેક રોડ પર વે બ્રિજની વ્‍યવસ્‍થા છે. ઓવરલોડ વાહન પસાર થશે ત્‍યારે પ્રથમ વે બ્રિજ પર લઇ જવાશે, જ્‍યાં વજનની ચકાસણી થશે, જેમાં નિયમ વિરુદ્ધ ઓવરલોડ સામાન હશે તો ફાસ્‍ટેગથી દંડ વસુલાશે.

વે બ્રિજનું સંચાલન ટોલપ્‍લાઝાના હાથમાં હોવાથી ગેરરીતિની આશંકા

નિષ્‍ણાંતોએ કહ્યું કે, કોઈ પણ ઓવરલોડ વાહન ટોલપ્‍લાઝા પર આવે ત્‍યારે તેને વે બ્રિજ પર લઇ જવાશે. આશ્રર્યની વાત એ છે કે, આ વે બ્રિજનું સંચાલન ટોલપ્‍લાઝાના હાથમાં હોવાથી ભવિષ્‍યમાં વજનમાં ગરબડીની થવાની પૂરેપૂરી શક્‍યતા છે. હાલ ફિટનેશ સેન્‍ટરોમાં વાહન ફિટનેશમાં મોટાપાયે ગેરરીતિ બહાર આવે છે, એમ વે બ્રિજમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઊઠી શકે છે. એટલે રાજ્‍ય સરકારે વિવિધ પાસાઓને ધ્‍યાનમાં રાખી અમલ કરવો જોઇએ. 

(1:24 PM IST)