News of Saturday, 2nd May 2026
ઈડર-વડાલી હાઈવે પર અકસ્માત :ખેડબ્રહ્મા પૂનમ ભરવા જતા પદયાત્રીને બાઈક ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત
રામપુર પાટિયા પાસે બાઈક ચાલકે જોરદાર ટક્કર મારી:ટક્કર એટલી ભીષણ હતી કે સુરેશભાઈએ સ્થળ પર જ દમ તોડ્યો:અકસ્માત સર્જનાર બાઈક ચાલક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સાબરકાંઠા જિલ્લાના ઈડર-વડાલી હાઈવે પર રામપુર પાટિયા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખેડબ્રહ્મા ખાતે પૂનમ ભરવા માટે પગપાળા જઈ રહેલા પદયાત્રીને પૂરપાટ ઝડપે આવી રહેલા બાઈક ચાલકે પાછળથી ટક્કર મારતા પદયાત્રીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, ઈડરના નાના કોટડા ગામના સુરેશભાઈ કાંતિભાઈ રાઠોડ અન્ય શ્રદ્ધાળુઓ સાથે ખેડબ્રહ્મા દર્શન માટે પગપાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન રામપુર પાટિયા પાસે એક બાઈક ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે સુરેશભાઈએ સ્થળ પર જ દમ તોડ્યો હતો. અકસ્માત સર્જનાર બાઈક ચાલક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતા જ વડાલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પદયાત્રીના મોત સમાચારથી નાના કોટડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
