<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

પક્ષોની મૂવમેન્‍ટ, સભા અને એજન્‍ડા પર IBની વોચ

તાજેતરની બદલીઓમાં ગુપ્તચર એજન્‍સીમાં તમામ ખાલી જગ્‍યા ભરી દેવાઈ

અમદાવાદ,તા.૧૪:  સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીના પડઘમ શરૂ થતા IBના અધિકારીઓ પર ફરી કામગીરીનું ભારણ વધી ગયું છે. રાજકીય પક્ષોની સભાઓ, જે-તે સમાજ કે ચોક્કસ વર્ગના લોકો સાથેની બેઠકો અને એજન્‍ડા પર IBની વોચ રહે છે. લોકોના જુવાળ અને તેમનો ઝુકાવ જાણવા પણ ટીમો કામે લાગી ગઇ છે. ઇન્‍ટેલિજન્‍સ બ્‍યૂરોની કામગીરી યોગ્‍ય રીતે થઈ શકે તે માટે તાજેતરમાં થયેલી બદલીઓમાં ત્‍ગ્‍માં ખાલી પડેલી તમામ જગ્‍યા ભરી દેવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે.

દાયકા પહેલાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્‍યારે ગુજરાત IB તંત્ર ઊંઘતું ઝડપાયું હતું. ત્‍યારબાદ રાજ્‍યમાં જુદા જુદા આંદોલનો અને ચળવળ દરમિયાન ત્‍ગ્ના અધિકારીઓ અગાઉથી માહિતી મેળવવામાં સતત નિષ્‍ફળ રહ્યા હતા. આ ઘટનાઓ બાદ સરકારે IBમાં ગ્રાઉન્‍ડ લેવલે સંબંધો અને પકડ ધરાવતા અધિકારીઓનું પોસ્‍ટિંગ કર્યું હતું, તેમ છતાં ધાર્યા પરિણામો મળ્‍યા નહોતા. જેના કારણે IBમાં ન હોવા છતાં જુદી જુદી એજન્‍સીઓમાં કામ કરતા સરકારના નજીકના અધિકારીઓએ પોતાની કામગીરી ઉપરાંત IBનું કામ પણ કરવું પડતું હતું. IB બહારના અધિકારીઓ માહિતી એકત્રિત કરવામાં અને કોઈ અજુગતું થવાનું હોય તો તેની વિગતો સરકાર સુધી પહોંચાડવામાં સફળ રહ્યા હતા. આ અધિકારીઓની મદદથી ઘણું ડેમેજ કંટ્રોલ પણ થયું હતું અને તેમના ઘણા ઇનપુટ ખૂબ જ કારગર નિવડ્‍યા હતા. હાલ લોકોનો ઝુકાવ કઈ તરફ છે, સ્‍થાનિક કોર્પોરેટરો દ્વારા છેલ્‍લા પાંચ વર્ષમાં લોકોની અવગણના થવાને કારણે ચોક્કસ કોર્પોરેટર કે પક્ષ પ્રત્‍યે નારાજગી છે કે નહીં, તેમજ ઉમેદવારો નક્કી કરવા માટે તેમની લોકચાહના અંગેની માહિતી IBના રિપોર્ટના આધારે તૈયાર થતી હોય છે. હવે ઉમેદવારોની પસંદગી થઈ ગઈ છે, પરંતુ ખાસ કરીને યુવાનો, મહિલાઓ અને વડીલો જે તે પક્ષ કે ઉમેદવારો પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છે તેની માહિતી એકત્રિત કરવાની કામગીરી હાલ IB કરી રહી છે. ચૂંટણીને લીધે સ્‍ટાર પ્રચારકોની અવરજવર શરૂ થશે ત્‍યારે તે નેતાઓની રેલી કે સભાઓમાં લોકોનો મત શું છે તેની માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ચૂંટણી દરમિયાન કેટલાક તત્ત્વો કોઈ રાજકીય પાર્ટીનો હાથો બનીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરે છે કે નહીં, તેઓ શું વિચારી રહ્યા છે અને શું કરી શકે છે તેની માહિતી પણ IBની ટીમ દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે

(10:05 AM IST)