<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

ગુજરાતના પાટનગરમાં IBના એસપી IPS પ્રફુલ વાણીયા અચાનક બદલાયા...

CJP પાર્ટીના જંતર મંતર, ૨ ના આંદોલનની સ્ટેટ IBની વ્યસ્તતા વચ્ચે સિંગલ ઓર્ડરથી ચર્ચાનો ચિચોડો ફૂલ જોશમાં ફરવા લાગ્યો... હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા માંગરોળના dysp દિનેશ કોડિયાતરને, કોઈ નવા પોસ્ટિંગ વગર પ્રતીક્ષામાં મુકી દીધા...

રાજકોટ, તા.૧૦:  આજે કોક્રોચ CJP ધ્વરા દિલ્હીમાં યોજાનાર જંતર મંતર પાર્ટ ૨ અંગે દેશભરમાં ગરમાંગરમ માહોલ અને વિશેષમાં ગુજરાતમાંથી દિલ્હી જતા યુવા વર્ગ અંગે સ્ટેટ ib ખૂબ વ્યસ્ત છે, તેવા  સમયે ૨૦૨૨ બેચના ips  પાટનગર ગાંધીનગર ખાતે ib માં સુપ્રીન્ટેનડન્ટ તરીકે ફરજ બજાવતા પ્રફુલ વાણીયાની ખલાલાના કમાન્ડો સેન્ટરમાં સુપ્રીન્ટેડન્ટ તરીકે મુકવામાં આવ્યા છે  હોમ ડિપાર્ટમેન્ટ દવારા આ આદેશ થયો છે. ig લેવલની જગ્યા ડાઉન ગ્રેડ કરી આ હુકમ કર્યો છેઆ સાથે dysp દરજજના એક અધિકારીનો પણ સિંગલ ઓર્ડર કરવામાં આવ્યો છે, જે અંગે પણ અનેકવિઘ અનુમાનો અને અટકળો શરુ થયેલ છે.

નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી), વર્ગ-૧ સંવર્ગના શ્રી દિનેશ વી.કોડીયાતર, વિભાગીય પોલીસ અધિકારી, માંગરોળ ડિવિઝન, જુનાગઢને તેઓની હાલની નિમણૂકની જગ્યાએથી જાહેરહિતમાં તાત્કાલિક અસરથી બદલી કરી અન્ય હુકમો ના થાય ત્યાં સુધી નિમણૂક માટે પ્રતિક્ષા હેઠળ મૂકવામાં આવે છે

(1:39 PM IST)