<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

સુરતના સરથાણામાં સિલ્વર બિઝનેસ હબમાં પતિ-પત્નીએ ઝેરી દવા ગટગટાવી : પત્નીનું મોત : પતિ સારવાર હેઠળ

પોલીસે પરિવારજનો અને સંબંધિત લોકોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક નજીકના સીમાડા સિલ્વર બિઝનેસ હબમાં સોમવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પતિ-પત્નીએ હોટલના રૂમમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન પત્નીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે પતિ હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી પુરાવાઓ એકત્રિત કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. દંપતીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસે પરિવારજનો અને સંબંધિત લોકોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

(8:35 PM IST)