તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 29th May 2026
વડોદરાના અટલાદરા પોલીસ સ્ટેશનમાં આરોપીના પરિવારના સભ્યોનો તોડફોડ સાથે ભારે હોબાળો
પરિવારના સભ્યોએ પોલીસ સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ કર્યું ; ઉશ્કેરાયેલા પરિવારે પોલીસ મથકની મિલકતને નુકસાન પહોંચાડી કાચ પણ તોડી નાખ્યા

વડોદરાના અટલાદરા પોલીસ સ્ટેશનમાં અપહરણના એક કેસના આરોપીના પરિવારજનોએ એકાએક ધસી આવીને ભારે હોબાળો મચાવતા ચકચાર વ્યાપી ગઈ છે. પોલીસ દ્વારા પોતાના માણસ પર ખોટી રીતે કેસ કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરીને પરિવારના સભ્યોએ પોલીસ સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ કર્યું હતું. આ હોબાળા દરમિયાન ઉશ્કેરાયેલા પરિવારે પોલીસ મથકની મિલકતને નુકસાન પહોંચાડી કાચ પણ તોડી નાખ્યા હતા. જોકે, ફરજ પરના પોલીસ સ્ટાફે તુરંત એક્શનમાં આવીને સમયસૂચકતા વાપરી મામલો થાળે પાડ્યો હતો અને સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
