<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

છોટાઉદેપુરના નસવાડી મંથકમાં આંગણવાડીમાં બાળકોને અપાતા નાસ્તામાં ઈયળો મળતા ભારે રોષ

મોરડીયા ગામની આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો: ICDS વિભાગની બેદરકારી સામે સવાલો ઉઠ્યા :જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ તેજ બની

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોરડીયા ગામની આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા નાસ્તામાં ઇયળો જોવા મળ્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. નાસ્તાની ગુણવત્તાને લઈને ગંભીર બેદરકારી સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. બાળકોને પીરસવામાં આવેલા ખાદ્યપદાર્થમાં ઇયળો દેખાતા સ્થાનિકોએ તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેના કારણે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રામજનોએ આ ઘટનાને બાળકોના સ્વાસ્થ્ય સાથેનું ગંભીર ચેડાં ગણાવી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બીજી તરફ, આ ઘટનાને પગલે ICDS વિભાગની કામગીરી અને ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસણી પ્રક્રિયા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.  

(12:09 AM IST)