તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
સુરતની કીમ નદીના જળસ્તરમાં મોટો વધારો: મોટા બોરસરા બાજુથી નેશનલ હાઇવે 48 તરફ જતો રસ્તો બંધ
માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદીનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ડૂબ્યો

સુરતની કીમ નદીના જળસ્તરમાં નોધપાત્ર વધારો થયો છે. માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદીનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ડૂબ્યો છે . જમીનથી 20 ફૂટથી વધુની ઊંચાઈ પર બાંધવામાં આવેલ બ્રિજ પાણીમાં ડૂબ્યો છે . વધી રહેલા જળ સ્તરને લઈને મોટા બોરસરા ગામથી નેશનલ હાઇવે 48 તરફ જતો રસ્તો બંધ થયો. કીમ નદી કાંઠા નજીક ન જવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. કીમ નદીમાં વધી રહેલ જળ સ્તરને લઈને સ્થાનિકોમાં ચિંતા પેઠી છે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
