News of Friday, 16th October 2026
રાજ્યમાં OBC સર્ટિફિકેટ મુદ્દે મજોકઠા આહિર સમાજમાં ભારે રોષ :28 ડિસેમ્બરે ધર્મ પરિવર્તન રેલીનું આયોજન
1978 બાદ સમાજને જનરલ અને OBC એમ બંને કેટેગરીમાં યોગ્ય સ્થાન ન મળતું હોવાનો આક્ષેપ: રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી પોતાની સમસ્યાનો ઉકેલ લાવવાની માગ

અમદાવાદ :સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર, 1978ના GR મુજબ OBC સર્ટિફિકેટ મળતું ન હોવાથી સમાજના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 1978 બાદ સમાજને જનરલ અને OBC એમ બંને કેટેગરીમાં યોગ્ય સ્થાન ન મળતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. OBC સર્ટિફિકેટના અભાવે અનેક સરકારી કામો અટવાયા છે અને સમાજના યુવાનો સરકારી નોકરીઓની તકોથી વંચિત રહેતા હોવાનો પણ દાવો કરાયો છે. ગુજરાતમાં મજોકઠા આહિર સમાજની અંદાજિત એક લાખ જેટલી વસ્તી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ મુદ્દે સમાજના લોકોએ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી પોતાની સમસ્યાનો ઉકેલ લાવવાની માગ કરી છે. સાથે જ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તેમની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી 28 ડિસેમ્બરે ધર્મ પરિવર્તન રેલીનું આયોજન કરવામાં આવશે. હવે તંત્ર આ રજૂઆત અંગે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
