<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

નર્મદામાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી સાથે લીંબુના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ગરીબો માટે એકમાત્ર વિકલ્પએ ડુંગળી-બટેટા હતો પરંતુ હાલ તેના ભાવ પણ ભડકે બળતા ભોજનમાંથી જાણે આ બે વસ્તુઓ ગાયબ થવા લાગી છે

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં શાક ભાજી સહિત ડુંગળી, લીંબુના ભાવ આસમાને જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
   ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ અતિશય વધતા નર્મદા જિલ્લાના મધ્યમ, ગરીબ પરિવારોને કારમી મોંઘવારીમાં જીવવું મુશ્કેલ બન્યું છે.રાજપીપળા માર્કેટમાં હાલ જોવા જઈએ તો ૪૦ રૂપિયે કિલો મળતી ડુંગળીના ભાવ હાલ ૮૦ રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહી છે.જ્યારે ૮૦ રૂપિયે કિલોના ભાવે વેચાતા લીંબુ હાલમાં ૨૮૦ રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે, તેવામાં મહિલાઓ લીંબુના ફૂલ કે કોકમનો ઉપયોગ કરવા મજબૂર બની છે. જ્યારે શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે ત્યારે ગરીબો માટે એકમાત્ર વિકલ્પ એ ડુંગળી-બટેટા હતો પરંતુ હાલ તેના ભાવ પણ ભડકે બળતા ભોજન માંથી જાણે આ બે વસ્તુઓ ગાયબ થવા લાગી છે.જોકે માલેતુજારોને ભાવ ગમે એટલા વધશે તો કોઈ ફર્ક નહિ પડે પરંતુ આ મોંઘવારીની ચક્કી માં આમ લોકો પીસાઈ રહ્યા છે. માટે સરકાર આ માટે સંગ્રહખોરો પર લગામ લગાવે અને ગરીબો તરફ જુએ એ જરૂરી બન્યું છે.

(10:12 PM IST)