તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
વલસાડમાં સાસુ-જમાઈના અનૈતિક સંબંધોનો ભયંકર અંતઃ દુષ્કર્મ બાદ સાસુની હત્યા કરનાર લંપટ જમાઈ ઝડપાયો
લંપટ જમાઈની તેના સાસુ સાથે પણ આંખ મળી હતીઃ પછી બંને સાસુ અને જમાઈ વચ્ચે અનૈતિક સંબંધોનો સિલસિલો સરૂ થયો હતો

વલસાડ,તા.૧૯: વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક બે દિવસ અગાઉ એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.. હાથ પગ બાંધી દીધેલી હાલતમાં મળી આવેલા અજાણી મહિલાના મુતદેહ બાદ પોલીસ દોડતી હતી. અને આ મામલે સધન તપાસ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં જ વલસાડ એલસીબી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે ભોજ કુમાર પાસી નામના એક આરોપીની ધરપકડ કરી છે. આ મહિલાનું નામ માયાદેવી પાસવાન હોવાનું બહાર આવ્યું છે. જે મૂળ ઉત્તર પ્રદેશના ઉનાવ ની રહેવાસી હતી.અને અતુલ નજીક એક કંપની માં બગીચા માં કામ કરતી હતી અને કેટલાક સમયથી વલસાડના હરિયા ગામમાં રહેતી હતી.
આ મર્ડર મિસ્ટ્રીની વાત કરીએ તો મહિલા માયાદેવીની હત્યામાં જે આરોપી પોલીસના હાથે લાગ્યો છે તો કોઈ અન્ય નહીં પરંતુ મૃતક મહિલાનો જમાઈ ભોજ પાસી જ હોવાનો બહાર આવ્યું છે. પોતાની સાસુની હત્યા કરનાર આરોપી ભોજ કુમાર પાસી ની ધરપક બાદ પોલીસે હત્યા નું કારણ જાણવા આરોપીની આગવી ઢબે પૂછપરછ હાથ ધરી હતી. જોકે હત્યાનું જે કારણ બહાર આવ્યું તે જાણી પોલીસ ચક્કર ખાઈ ગઈ હતી. જે મુજબ આરોપી મુંબઈ ના બોઇસર માં રહી અને રેલવે માં કોન્ટ્રાક્ટ પર પ્લમબિગ નું કામ કરતો હતો.. અને વર્ષ ૨૦૨૩ ભોજે મૃતક માયાદેવી ની દીકરી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સાસુ દિકરી અને જમાઈ સાથે રહેતા હતા.
જોકે આ લંપટ જમાઈની તેના સાસુ સાથે પણ આંખ મળી હતી. અને પછી બંને સાસુ અને જમાઈ વચ્ચે અનૈતિક સંબંધોનો સિલસિલો સરૂ થયો હતો. જેની જાણ ભોજ ની પત્ની એટલે મૃતક ની પુત્રી ને થઈ ગઈ હતી..આથી બંને વચ્ચે ઝગડા સરૂ થયા હતા..તેમ છતાં કોઈ ફરક નહિ પડતા આખરે આ અનૈતિક સંબંધોના કારણે જ ભોજની પત્ની તેની સાથે છુટા છેડા લઇ અને એકલી વતન રહેવા ચાલી ગઈ હતી. ત્યાર બાદ સાસુ પણ વલસાડના અતુલ નજીક એક કંપની માં બગીચામાં કામેં લાગી અને હરિયા ગામ માં રૂમ ભાડે રાખી ને એકલી રહેતી હતી..ત્યાર બાદ પણ બંને સાસુ અને જમાઈ વચ્ચે અનૈતિક સંબંધો ચાલુ રહ્યા હતા.
આ દરમ્યાન સાસુએ જમાઈ ભોજ ને પોતાની સાથે લગ્ન કરી લેવાની માગ કરી જીદ પર ઉતરી હતી. પરંતુ સાસુ નો આંશિક ભોજ લગ્ન કરવા માગતોના હોવાથી તેણે થોડા સમય અગાઉજ બોઇસર માં એક યુવતી સાઘે લગ્ન કરી અને તેની સાથે રહેવાનું શરૂ કર્યુ હતું. જેની જાણ સાસુને થઈ જતા તેને આરોપીની હાલની પત્ની અને તેની મમ્મીને ફોન કરી તેના અને ભોજના વચ્ચેના પ્રેમ સંબંધની જાણ કરીને ભોજની અત્યારની પત્નીને છૂટાછેડા લઇ લેવા દબાણ કર્યું હતુ. આથી બન્ને વચ્ચે બબાલ થઈ હતી અને સાસુ થી પીછો છોડાવવા પ્લાન કર્યું હતું.
આરોપીએ બીજા લગ્ન કરી લેતા મૃતક સાસુ અને જમાઈ વચ્ચે બબાલ થઈ હતી.. જે તે બનાવના દિવસે બંને વચ્ચે સમાધાન માટે ભેગા થયા હતા સમાધાન પહેલા પણ તેમના વચ્ચે સેક્સ સંબંધો બંધાયા હતા અને ત્યારબાદ ફરી એકવાર ઉગ્ર ઝઘડો થતા આવેશમાં આવીને જમાઈએ તેની સાસુની હત્યા કરી નાખી હતી.અને ત્યાર બાદ સાડી થી મૃતદેહ ને બાંધી અને નાળામાં ફેંકી અને ફરાર થઇ ગયો હતો.જોકે ગણતરીના સમયમાં જ આરોપી ને વલસાડ એલ સી બી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સાસુ અને જમાઈ વચ્ચે મા દીકરા જેવા સંબંધોને લજવતો આ કિસ્સો અત્યારે ચર્ચા નું કેન્દ્ર બન્યો છે.. અગાઉ પણ આડા સંબંધો નો અંત મોટે ભાગે કરુણ જ આવ્યો છે.અને આ ઘટનામાં પણ સાસુ જમાઈ વચ્ચેના આડા સંબંધો નો અંત ભયંકર આવ્યો છે..ત્યારે આરોપી ની ધરપકડ બાદ તેના સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
