<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

સમાજ સેવા ક્ષેત્રના શ્રેષ્‍ઠીઓને સન્‍માનતા નરહરિ અમીન

 

રાજકોટઃ નૂતન ભારતી મુ.પો. મડાણા-ગઢ, તા. પાલનપુર નાં સ્‍થાપક-પ્રણેતા શ્રી રામજીભાઈ વહોરાની પૂણ્‍ય સ્‍મળતિમાં ગુજરાતમાં સમાજસેવા અને લોકસેવાનાં ક્ષેત્રમાં નવરચનાનું કામ કર્યું છે તેવા કાર્યનિષ્ઠ વ્‍યક્‍તિઓને સેવા સન્‍માન પુરસ્‍કાર અર્પણ કરવા  નૂતન ભારતી ખાતે વિશ્વ પદયાત્રી શ્રી પ્રેમકુમારનાં અધ્‍યક્ષ સ્‍થાને કાર્યક્રમ યોજવામાં આવ્‍યો. પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી નરહરિ અમીનનાં વરદહસ્‍તે સેવા સન્‍માન પુરસ્‍કાર સમિતિ દ્વારા પસંદ કરવામાં આવેલ ડો. અશ્વિનભાઈ શાહ તથા ડો. હર્ષાબેન શાહ, ગ્રામ સેવા ટ્રસ્‍ટ, ખારેલ, તા.ગણદેવી, જી.નવસારીને સન્‍માન પુરસ્‍કાર અર્પણ કરવામાં આવ્‍યા. આ પ્રસંગે પાલનપુર ધારાસભ્‍ય શ્રી અનિકેતભાઈ ઠાકર, નૂતનભારતીનાં સંચાલક ડો. કનુભાઈ રામભાઈ વહોરા, કનુભાઈ આચાર્ય, ડો. નવિનભાઈ શાહ, શ્રી સુરેશભાઇ પટેલ, શ્રી હિરેનભાઇ પટેલ ઉપરાંત નૂતનભારતી સંચાલિત આશ્રમશાળા નાં પ્રિન્‍સીપાલશ્રીઓ, દવાખાનાં સ્‍ટાફ, નિવાસી શાળાનાં વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ વિગેરે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:59 PM IST)