News of Monday, 19th October 2026
કેપ્ટન સ્મિત મચ્છરના સન્માનમાં દાહોદના કપલે ગરબામાં પહેરી કુલ ૧૦ કિલોની પાઘડી
ઘડીમાં સ્મિત મચ્છરનો ફોટો, એક પ્લેન અને સાથે નરેન્દ્ર મોદીનું કટઆઉટ મૂકીને ઇન્ડિયાઝ સાઇલન્ટ હીરો લખ્યું હતું

દાહોદ,તા.૧૯: flydubaiની દુબઈથી તેલ અવીવ જતી ફલાઇટમાં બહાદુરી બતાવીને ૧૭૪ લોકોનો જીવ બચાવનારા ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છરને આ નવરાત્રિમાં દાહોદના કપલે વિશેષ સન્માન આપ્યું હતું. દાહોદના આ કપલે સ્મિત મચ્છરની બહાદુરીને સલામ આપવા માટે ખાસ પાઘડી તૈયાર કરી છે. એ પાઘડીમાં સ્મિત મચ્છરનો ફોટો, એક પ્લેન અને સાથે નરેન્દ્ર મોદીનું કટઆઉટ મૂકીને ઇન્ડિયાઝ સાઇલન્ટ હીરો લખ્યું હતું. આવી બે પાઘડીઓ બનાવી છે. પતિએ પહેરેલી પાઘડી ૮ કિલો વજનની છે અને પત્નીએ પહેરેલી પાઘડી બે કિલોની. દંપતીએ ગરબા માટે પરંપરાગત કોસ્ચ્યુમ્સ પહેર્યાં છે. તેમની ગરબા રમતી વિડિયો-ક્લિપ વાઇરલ થઈ હતી.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
