<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

૧૮૦ લોકોના પ્રાણ બચાવનાર કેપ્ટન સ્મિત મછારના બહાદુરીભર્યા કાર્યને પૂ. મોરારિબાપુએ હૃદયપૂર્વક બિરદાવ્યું : પરિવારજનો સાથે ટેલિફોનિક વાર્તાલાપ કરી પાઠવી શુભેચ્છાઓ : જુઓ વિડીયો

કટોકટીની ઘડીએ સતત હનુમાન ચાલીસાના પાઠ કરતાં પોતાની જાતને હોડમાં મૂકી સમયસૂચકતા દાખવનાર પાયલોટ વહેલી તકે સ્વસ્થ થાય તે માટે પૂ. બાપુએ કરી પ્રાર્થના

તલગાજરડા:ફ્લાયદુબઈ વિમાનમાં કટોકટીની અતિ ગંભીર ક્ષણો વચ્ચે સમયસૂચકતા અને સાહસ દાખવીને ૧૮૦ નિર્દોષ મુસાફરોના જીવ બચાવનાર પાયલોટ કેપ્ટન સ્મિત મછારના અદભુત બહાદુરીભર્યા કાર્યને પૂ. મોરારિબાપુએ હૃદયપૂર્વક બિરદાવીને તેમને તથા તેમના પરિવારને શુભેચ્છાઓ પાઠવી છે.

તલગાજરડા ખાતેથી જાહેર કરાયેલી વિગતો અનુસાર, પૂ. મોરારિબાપુએ જણાવ્યું હતું કે કેપ્ટન સ્મિત મછારની અસાધારણ બહાદુરીના કારણે આજે સમગ્ર દેશનું મસ્તક ગૌરવથી ઊંચું થયું છે. કટોકટીની અત્યંત કઠિન ઘડીમાં સતત હનુમાન ચાલીસાનો પાઠ કરતાં કરતાં કેપ્ટન સ્મિતે પોતાની જાતને હોડમાં મૂકીને ૧૮૦ લોકોના પ્રાણની રક્ષા કરી હતી.

પૂ. મોરારિબાપુએ કેપ્ટન સ્મિતના પિતાશ્રી તથા પરિવારના અન્ય સભ્યો સાથે ટેલિફોનિક વાર્તાલાપ કરીને તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સાથોસાથ ગંભીર રીતે ઘવાયેલા સાહસિક કેપ્ટન સ્મિત વહેલી તકે સંપૂર્ણ સ્વાસ્થ્ય પુનઃ પ્રાપ્ત કરે તે માટે પૂ. બાપુએ આશીર્વચન સાથે ખાસ પ્રાર્થના વ્યક્ત કરી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)

(6:53 PM IST)