<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ગોકુલધામ સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ જતા ઘરોમાં પાણી ઘૂસી ગયા

પાણીના દબાણથી એક મકાનની દીવાલ ધરાશાયી થતાં રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ભારે વરસાદ બાદ ગોકુલધામ સોસાયટીમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ જતા ઘરોમાં પાણી ઘૂસી ગયા અને ઘરવખરીને ભારે નુકસાન થયું છે. પાણીના દબાણથી એક મકાનની દીવાલ ધરાશાયી થતાં રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. જીવનજરૂરી વસ્તુઓ માટે લોકો કમર સુધીના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. આખી રાત પાણી કાઢવાની મહેનત છતાં અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્ર સામે પાણીના નિકાલ અંગે સવાલો ઉઠાવ્યા છે.

(12:15 AM IST)