<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટને કારણે શાળા કોલેજોમાં રજા જાહેર

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટને કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવે છે. સ્થાનિક વહીવટીતંત્રની સત્તાવાર જાહેરાત મુજબ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહે છે 

તમામ નાગરિકો, વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોને આ નિર્ણયની ગંભીરતાથી નોંધ લેવા અને તકેદારી રાખવા અનુરોધ કરાયો છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે નીચાણવાળા અને જળમગ્ન વિસ્તારોમાંથી પસાર થવું જોખમી હોઈ આ પગલું લેવાયું છે.

(6:42 PM IST)