<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

ભારે વરસાદની આગાહીને પગલે વડોદરા જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ તેમજ તમામ બોર્ડની શાળાઓમાં 25 જુલાઈના રોજ રજા રહેશે

વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીએ 25 જુલાઈ, 2026 (શનિવાર)ના રોજ જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. હવામાન વિભાગ દ્વારા વડોદરા અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાને ધ્યાને લઈ વિદ્યાર્થીઓની સુરક્ષા અને કોઈપણ અઘટિત ઘટના ટાળવાના હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જાહેર કરાયેલા આદેશ મુજબ વડોદરા જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ તેમજ તમામ બોર્ડની શાળાઓમાં 25 જુલાઈના રોજ રજા રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ. આર. પાંડે દ્વારા તમામ સંબંધિત શાળાઓને આ આદેશનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

(8:28 PM IST)