<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

મહેસાણા જિલ્લાની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં રજા જાહેર

હવામાન વિભાગની ગંભીર ચેતવણી અને સંભવિત ભારે વરસાદની આગાહીને પગલે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર

મહેસાણા જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભારે વરસાદની સંભાવનાને પગલે વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોપરી ગણીને મોટો આદેશ જારી કરવામાં આવ્યો છે.

હવામાન વિભાગની ગંભીર ચેતવણી અને સંભવિત ભારે વરસાદની આગાહીને પગલે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. જિલ્લાના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે મહેસાણા જિલ્લા કલેક્ટર  એસ.કે.પ્રજાપતિ  દ્વારા એક સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, જિલ્લામાં આવતીકાલે તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખીને રજા જાહેર કરવામાં આવી છે.

કલેક્ટરના આદેશ મુજબ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે બાળકો માટે રજા રહેશે. આ ઉપરાંત નાની વયના બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આંગણવાડી કેન્દ્રો પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા માટે વિશેષ અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી કોઈપણ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિથી બચી શકાય.

(12:34 AM IST)