News of Wednesday, 15th April 2026
ગુજરાતના ઇતિહાસમાં તાલીમ પછી નહિ, તાલીમના પ્રારંભે લોક રક્ષકો માટે સમારોહ યોજી ખરા અર્થમાં સામાન્ય લોકોના રક્ષક બનવા સીપીએ હૃદયસ્પર્શી અપીલ કરી...
લોક રક્ષક તરીકે ભરતી થયેલામા એન્જિનિયરો, પોસ્ટ ગ્રેજ્યુએટ જોડાતા વડોદરા પોલિસ કમિશનર નરસિંહમાં કોમારે આધુનિક યુગના અર્જુન બનાવવા માટે ટોચની યુનિ.ના તજજ્ઞો અને ફોરેન્સિક સાયન્સના નિષ્ણાતો દ્વારા તાલીમ આપવાનો દ્રઢ સંકલ્પ હાથ ધર્યો... : ગુરૂ પરંપરા જાળવજોઃ પ્રયત્નો, પ્રગતિથી પ્રાપ્તિ સુધીની સફર વિષે સ્વચ્છ છબી, દૂરંદેશી અને સ્માર્ટ વર્ક સાથે માટે જાણીતા IPSના કાર્યથી નાયબ મુખ્ય મંત્રીના કાર્યાલય સુધી નોંધ લેવામાં આવી...

રાજકોટ, તા.૧૫: વડોદરા પોલીસમાં લોક રક્ષક તરીકે જોડાયેલ યુવાનોમાં ૭૩ ટકા સ્નાતક,૨૮ એન્જિનિયર અને ૧૩ પોસ્ટ ગેરેજ્યુએટના સમાવેશથી એક ખૂબ શિક્ષિત અને એક વિશેષ પ્રકારનું પોલીસ દળ ત્યાંર થવા સાથે લોકોને આ પોલીસ દળની એક વિશેષ ક્ષમતાનો લાભ મળશે, તેમ સીબીઆઈ બેક ગ્રાઉન્ડ સાથે સ્વચ્છ છબી ધરાવતા અને લોકો સાથે ખૂબ માનવીય અભિગમ ધરાવતા વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમારે જણાવ્યું હતુ.
નરસિંહમા કોમાર વડોદરા પોલીસ દળમાં જોડાયેલ ૧૯૫ લોકરક્ષકના તાલીમના પ્રારંભે પોતાના વિશાળ અનુભવ આધારે યુવાઓને સૂચન કર્યું હતું.
સિનિયર અને ખૂબ મહેનતુ અને વિશ્વાસ પ્રોજેક્ટના સ્વપ્નદ્રષ્ટા નરસિંહમાં કોમારે પ્રયત્ન, પ્રગતિ અને પ્રાપ્તિનો મંત્ર આપ્યો હતો. તેઓએ આ તરવરિયા અને આશાસ્પદ યુવાનોને પોતાના કાર્યને માત્ર એક ફરજ ગણવાને બદલે જવાબદારીભર્યું નેતળત્વ કરવાના અભિગમ સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી.
અત્રે એ યાદ રહે કે ખૂબ પ્રગતિશીલ પોલીસ દળ તૈયાર કરવા માટે પરંપરા મુજબ પોલીસ તાલીમ શાળામાં ફકત પોલીસ અધિકારીઓ દ્વારા જ નહીં, પારુલ યુનિ. અને MS યુનિ.જેવી એકેડેમીક નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે. જેને કારણે ભવિષ્યમાં લોકોની કલ્પના મુજબનું વિદેશમાં જે પ્રકારે સંવેદનશીલ અને પ્રોફેશનલ તરીકે ઘડતર પામેલ પોલીસ તરીકે ઘડતર પામશે.
વાત અહિંથી નથી અટકતી સામાન્ય રીતે પોલીસ સ્ટાફની તાલીમ પૂર્ણ થયા પછી દિક્ષાંત સમારોહ યોજાઈ છે, મતલબ જયારે શીખવાનું બધું પૂરું થયાં પછી જ્ઞાન અપાઈ છે, નરસિંહમાં કોમારે શરૂઆતથી જ તેમનુ ઘડતર અલગ રીતે થાય, પોલીસ કમીશનર સાથે તેમને મળવાનો તક સાથે તેમના વિચારો જાણવા મળે, આ સાથે જેમની પાસે તાલીમ લેવાની છે, તે ગુરુદેવ છે, એથી એમનું સન્માન જાળવી આદર કરવાની સંસ્કળતિ શીખડાવેલ. આ બધા સાથે ફોરેન્સિક નિષ્ણાત દ્વ્રારા પણ આ નવા લોકરક્ષકને જ્ઞાન મળે તેવું આ નિષ્ઠાવાન અધિકારીએ આયોજન કર્યું છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
