તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
ગુજરાત શિક્ષણ વિભાગનો ઐતિહાસિક નિર્ણય: ૭ દાયકા જૂના પ્રાથમિક શિક્ષણના કાયદામાંથી આખરે ‘બોમ્બે’ શબ્દ હટાવ્યો!
‘બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન રૂલ્સ ૧૯૪૯’ હવે સત્તાવાર રીતે ‘ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન’ તરીકે ઓળખાશે: સરકારે ગેઝેટ નોટિફિકેશન જારી કરીને કર્યો મોટો ફેરફાર

ગાંધીનગર : ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સાત દાયકા કરતા પણ વધુ સમયથી ચાલ્યા આવતા કાયદાકીય માળખામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ફેરફાર કર્યો છે. શિક્ષણ વિભાગે વર્ષ ૧૯૪૭ના ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ હેઠળ અમલમાં રહેલા 'બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન રૂલ્સ ૧૯૪૯' માંથી ‘બોમ્બે’ શબ્દ દૂર કરીને તેની જગ્યાએ ‘ગુજરાત’ નામ આપવાનો સત્તાવાર નિર્ણય લીધો છે. આ અંગેનું ખાસ નોટિફિકેશન જારી કરીને સરકારના ગેઝેટમાં પણ તેનું પ્રકાશન કરી દેવામાં આવ્યું છે.
આ નવા સુધારાને 'બોમ્બે પ્રાયમરી એજ્યુકેશન ગુજરાત સુધારેલો કાયદો ૨૦૨૬' તરીકે ઓળખવામાં આવશે અને ગેઝેટમાં પ્રકાશિત થવાની તારીખથી જ તે સમગ્ર રાજ્યમાં અમલી બની ગયો છે. આ કાયદાકીય સુધારાની સૌથી મહત્વની જોગવાઈ એ છે કે, પ્રાથમિક શિક્ષણને લગતા ભૂતકાળના તમામ નિયમો, પરિપત્રો, સરકારી ઠરાવો, હુકમો કે નોટિફિકેશનમાં જ્યાં પણ 'બોમ્બે' શબ્દ લખાયેલો હશે, તેને હવેથી આપોઆપ 'ગુજરાત' તરીકે જ વાંચવાનો રહેશે.
વર્તમાન સંદર્ભ સાથે સુસંગત બનાવવા લેવાયો નિર્ણય
મહત્વનું છે કે, ૧૯૬૦માં મહાગુજરાત આંદોલન બાદ ગુજરાત રાજ્ય અલગ બન્યું હોવા છતાં પ્રાથમિક શિક્ષણના મૂળ કાયદાઓ અને દસ્તાવેજોમાં 'બોમ્બે' સંદર્ભ યથાવત રહ્યો હતો. સરકારે પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ની કલમ ૬૩ હેઠળ મળેલી વિશેષ સત્તાનો ઉપયોગ કરીને આ ફેરફાર કર્યો છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, દાયકાઓ જૂના નિયમોને વર્તમાન ગુજરાત રાજ્યની ઓળખ અને અસ્તિત્વ સાથે સુસંગત બનાવવા માટે આ નામકરણનો ફેરફાર કરવો અનિવાર્ય હતો.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
