<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

ભાવનગર પોલીસની ઐતિહાસિક કાર્યવાહીઃ ૮૦ લાખની પ્રોપર્ટી જપ્ત કરવા ધમધમાટ

નવી કલમ મુજબ પગલાંઓ ભરી દાખલો બેસાડવા રેન્‍જ વડા રાજેન્‍દ્ર અસારી સાથે ચર્ચા કરી ભાવનગર એસપી નીતેશ પાંડેના નેતૃત્‍વમાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર દીપક અનડકટ ટીમ એક્‍ટિવ મોડમાઅનૈતિક બીઝનેશ દ્વારા હાંસલ કરેલ મહિલા આરોપીની સ્‍પા બીઝનેશ સહિતની પ્રોપર્ટીને કબ્‍જો મેળવવા ips ધનશ્‍યામ ગૌતમ અને dysp આર. આર સિંધવ પણ કાર્યરત

રાજકોટ તા.૨૧: ભાવનગર રેન્‍જ વડા રાજેન્‍દ્ર અસારી સાથે ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા ચર્ચા કરી અને નવા કાયદા મુજબ અનૈતિક આવક દ્વારા ઊભી કરેલ પ્રોપર્ટી જપ્ત કરી દાખલો બેસાડવો જોઈએ. આ બાબતે લીલી ઝંડી મળતા IPS ઘનશ્‍યામ ગૌતમ અને નાયબ અધિક્ષક આર.આર.સિંઘલને નિલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલ માનવ તસ્‍કરીના આરોપસરના ગુન્‍હામાં BNSS ની કલમ ૧૦૭ મુજબ કાર્યવાહી કરવા સૂચના આપતા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર દીપક ઉનડકટ ટીમ દ્વારા આ દિશામાં ત્‍વરિત કાર્યવાહી કરવામાં આવી છે તેમ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ અકીલા સમક્ષ ઐતિહાસિક કાર્યવાહીની પડદા પાછળની અનોખી વિગતો વર્ણવતા જણાવ્‍યું છે.

નિલમબાગ પોલીસ સ્‍ટેશનમાં દાખલ થયેલ બે ગુન્‍હાઓ (૧) એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૮૦૦૧૨૬૦૦૬૯/૨૦૨૬ ભારતીય ન્‍યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૪૩(૧)એ,૧૪૩(૧)ડી,૧૪૩(૧)એફ તથા અનૈતિક વ્‍યાપાર (પ્રતિબંધ) અધિનિયમ ક.૩,૪,૫,૭ મુજબ તથા (૨) એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૮૦૦૧૨૬૦૦૭૦/૨૦૨૬ ભારતીય ન્‍યાય સંહિતા ૨૦૨૩ ની ક.૧૪૩(૨) તથા અનૈતિક વ્‍યાપાર (પ્રતિબંધ) અધિનિયમ ક.૩,૪,૫,૭જેમાં વાઘાવાડી રોડ પર આવેલ ઇવા સુરભી કોમ્‍પલેક્ષ થર્ડ ફલોર ઉપર આવેલ દુકાન નં-૩૦૯ માં ‘આયુર થાઇ'.

આમ આરોપી શબાનાબેન ફારૂકભાઇ થીમ દ્વારા સ્‍પાની આડમાં માનવ તસ્‍કરીનો અનૈતિક વ્‍યાપાર કરીને વૈભવી સંપત્તિ ઉભી કરવામાં આવેલ. તેઓની વિરૂધ્‍ધમાં અગાઉ સને-૨૦૧૬ માં અને સને-૨૦૨૫ માં પણ ઉપરોક્‍ત મુજબના ગુન્‍હા દાખલ થયેલ હોવા છતા તેઓએ પોતાની આવી પ્રવળત્તિ ચાલુ રાખેલ અને જો તેઓની આવી અસામાજિક પ્રવળત્તિ પર અંકુશ મુકવામાં ન આવે તો સમાજના અન્‍ય યુવા વર્ગ પણ આવી પ્રવળત્તિ કરવા આકર્ષાય જેથી BNSS ના નવા કાયદાનો દંડો ઉગામવો જરૂરી હોવાથી BNSS ૧૦૭ મુજબ શબાનાબેન ફારૂકભાઇ થીમ નાઓની વાઘાવાડી રોડ પર ઇવા સુરભી કોમ્‍પલેક્ષમાં દુકાન નં-૩૦૯ ટાંચમાં લેવા માટે નામદાર ન્‍યાયાધીશ સમક્ષ રીપોર્ટ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(1:37 PM IST)