<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

મહિલા બાળકોને ઓન લાઈન શોષણથી બચાવવા રાજ્‍યમાં ૨૮ દિવસની ઐતિહાસિક ઝંૂબેશ શરૂઃ અજય ચૌધરી

પ્રજાલક્ષી નિર્ણય જેમની પ્રાથમિકતા છે તેવા સ્‍વચ્‍છ છબી ધરાવતા મુખ્‍ય પોલીસ વડા જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિકના માર્ગદર્શનમાં મહિલા અને બાળકોને સુરક્ષાનો એહેસાસ કરાવવા દેશમાં સહુ પ્રથમ અદભુત ઝુંબેશઃ CID ના એડિશનલ DGP સાથે અંકિલાની વિશેષ વાતચીત ૨૫ લાખ લોકોને સાયબર સુરક્ષીત કરાશેઃ ૧૦ હજાર સ્‍કૂલ અને ૧૫૦૦૦ કોલેજોમા જાગળતિ સત્રો યોજાશે, ૨૦ લાખ વિધાર્થીઓ માટે વિશેષ આયોજનમાં ૨૪ કલાકમાં ફરિયાદ નિકાલ કરવાંમાં આવશે

રાજકોટ, તા.૨: પ્રજાના પ્રશ્‍નોના મૂળમાં જતા રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિકના સીધા માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળકોની સાયબર સુરક્ષા માટે રાજ્‍યવ્‍યાપી ઓપરેશન સુરક્ષિત સાયબર સ્‍પેસનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. આ માહિતી CID ક્રાઇમના એડિશનલ ડીજીપી અજય ચૌધરીએ અકિલા સાથેની વિશેષ વાતચીતમાં આપી હતી.

૨૮ દિવસની વિશેષ ઝુંબેશ, એડિશનલ ડીજીપી અજય ચૌધરીએ જણાવ્‍યું કે, ૧ જુલાઈથી ૨૮ જુલાઈ સુધી ચાલનારી આ ૨૮ દિવસીય ઝુંબેશનો મુખ્‍ય ઉદ્દેશ મહિલાઓ અને બાળકોને ઓનલાઈન શોષણ, સાયબરસ્‍ટોકિંગ, આર્થિક છેતરપિંડી અને આઇડેન્‍ટિટી થેફ્‌ટ જેવા સાયબર ગુનાઓથી બચાવવાનો છે. DGPનું નિવેદન, મહિલાઓ અને બાળકોએ શેરીઓમાં જેટલું સલામત અનુભવવું જોઈએ એટલું જ ડિજિટલ દુનિયામાં પણ સલામત અનુભવવું જોઈએ. પોલીસનો ધ્‍યેય સાયબર સ્‍પેસને દરેક માટે સુરક્ષિત બનાવવાનો છે, એમ ચૌધરીએ DGP મલ્લિકને ટાંકીને જણાવ્‍યું.

ઝુંબેશની રૂપરેખા, આ ઓપરેશન હેઠળ રાજ્‍યભરમાં ૧૦,૦૦૦ સ્‍કૂલ અને ૧,૫૦૦ કોલેજોમાં જાગળતિ સત્રો યોજાશે. ૨૫ લાખ નાગરિકોને સાયબર સુરક્ષા અંગે શિક્ષિત કરવાનો અને ૨૦ લાખ વિદ્યાર્થીઓને સાયબર સેફ્‌ટી પ્‍લેજ લેવડાવવાનો લક્ષ્યાંક છે. મહિલા અને બાળકોને લગતી દરેક સાયબર ફરિયાદ પર ૨૪ કલાકમાં પ્રાથમિક કાર્યવાહી કરવામાં આવશે. પીડિતો માટે નેશનલ સાયબર હેલ્‍પલાઈન ૧૯૩૦ કાર્યરત છે.

ટેકનોલોજી-આધારિત સર્વેલન્‍સ, કમ્‍યુનિટી એંગેજમેન્‍ટ અને બેંક-ટેલિકોમ કંપનીઓ સાથે સંકલન દ્વારા આ ઝુંબેશ ચલાવવામાં આવશે.

(2:23 PM IST)