News of Thursday, 29th October 2026
મણિકાકા ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કુલનો વટ અકબંધ

રાજકોટ : પાયોનિયર ક્રિકેટ ગ્રાઉન્ડએ ખાતે યોજાયેલી શ્રી મણિકાકા અન્ડર-૧૪ (મલ્ટી-ડે) સ્કુલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કુલે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી. સંત કબીર સ્કુલે પ્રથમ ઇનિંગ્સમાં ૧ર૧.પ ઓવરમાં ૧૦ વિકેટ ૧૯૪ કર્યા હતા. જેમાં વિયાન ચૌધરીએ ૩૩ ઓવરમાં ૩૯ રન આપીને ૪ વિકેટ અને જ્ઞાન પટેલે ર૯.પ ઓવરમાં ૪પ રન આપીને ૩ વિકેટ લીધી હતી. હીરામણિ સ્કુલે પ્રથમ ઇનિંગ્સમાં ૧૪૩.૩ ઓવરમાં ૭ વિકેટ ૪૧પ રન કર્યા હતા. જેમાં કિઆંશ અરોરાએ રપ૬ બોલમાં ૧૪પ રન, જૈનમ વછેટાએ ર૧૯ બોલમાં ૧૦૦ રન, અયન અગ્રવાલે ૧૩૩ બોલમાં ૪૭ રન, જ્ઞાન પટેલે ૪૪ બોલમાં ૪૪ રન અને તનીશ પટેલે ૭૧ બોલમાં ૩૭ રન કર્યા હતા. હીરમણિ સ્કુલ પ્રથમ ઇનિંગ્સને આધારે વિજય પ્રાપ્ત કરી ચેમ્પિયન બની હતી. વિજેતાઓને સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિ અમીન અને સી.ઇ.ઓ. શ્રી ભગવત અમીને અભિનંદ આપ્યા હતા.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
