News of Friday, 29th May 2026
આલીપોર નજીક હાઇવે પર ક્રૂડ ઓઇલ અને ડામર ચોરીનો પર્દાફાશ : પાંચ આરોપીઓની ધરપકડ :રૂ. 86.30 લાખનો મુદ્દામાલ જપ્ત
નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ચીખલી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આલીપોર નજીક હાઇવે પર ચાલતા મસમોટા ક્રૂડ ઓઇલ અને ડામર ચોરીના કૌભાંડને ઝડપી પાડ્યું

નવસારી નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થતા કિંમતી કન્ટેનરો અને ટેન્કરોમાંથી માલસામાન ચોરી કરતી ગેંગનો નવસારી પોલીસે પર્દાફાશ કર્યો છે. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ચીખલી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આલીપોર નજીક હાઇવે પર ચાલતા મસમોટા ક્રૂડ ઓઇલ અને ડામર ચોરીના કૌભાંડને ઝડપી પાડ્યું છે. પોલીસે ઘટના સ્થળેથી લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, મુંબઈની પ્રખ્યાત 'હિન્દુસ્તાન ઓઈલ એક્સપ્લોરેશન કંપની'માંથી ક્રૂડ ઓઇલ અને ડામરનો મોટો જથ્થો ટેન્કરો મારફતે ભાવનગર તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન નેશનલ હાઈવે પર સક્રિય ઓઇલ ચોરી કરતી ગેંગના સાગરીતો ટેન્કર ચાલકો સાથે મેળાપીપણું કરતા હતા. ડ્રાઇવરોને પૈસાની લાલચ આપીને હાઇવે પર હોટેલ કે અવાવરૂ જગ્યાએ ટેન્કરો ઊભા રખાતા હતા અને તેમાંથી કિંમતી જથ્થો સરકાવી લેવાતો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય સૂત્રધારો ટેન્કર ચાલકોને આ લૂંટના માલમાં સામેલ કરવા માટે ડામરના પ્રતિ લીટર રૂપિયા 60 અને ક્રૂડ ઓઇલના પ્રતિ લીટર રૂપિયા 30 ચૂકવતા હતા. પોલીસે બાતમીના આધારે આલીપોર પાસે રેડ કરવામાં આવી ત્યારે બે ટેન્કરોમાંથી અંદાજે 200 લીટર જેટલો ક્રૂડ ઓઇલ અને ડામરનો જથ્થો ચોરી કરાઈ રહ્યો હતો, જે રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
