તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
રાજ્યમાં તાલુકા પંચાયતમાં સૌથી વધુ ૬૨.૪૫% મતદાન
સ્થાનિક સ્વરાજ ચૂંટણીઃ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયુ મતદાન : મહાનગરપાલિકા, નગરપાલિકા અને તેની પેટાચૂંટણીમાં અનુક્રમે ૪૯.૧૪%, ૫૯.૫૩% અને ૫૫.૩૮% મતદાન નોંધાયું છે. જિલ્લા પંચાયત માટે ૬૧.૭૭%અને સૌથી વધુ તાલુકા પંચાયત માટે ૬૨.૪૫% મતદાન થયું છે

અમદાવાદ તા.૨૭: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની વિવિધ સંસ્થાઓ માટે યોજાયેલી ચૂંટણીમાં મતદાનની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. મતદારોમાં ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળ્યો હોવાની માહિતી અધિકૃત સ્તરે સામે આવી છે. રાજ્યના વિવિધ શહેરો, નગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારો લાંબી કતારોમાં ઊભા રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા. સમગ્ર પ્રક્રિયામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તંત્ર સતર્ક રહ્યું હતું.
આ ચૂંટણીમાં મહાનગરપાલિકાઓમાં સરેરાશ ૪૯.૧૪% મતદાન નોંધાયું છે, જે શહેરી વિસ્તારોમાં મતદારોની ભાગીદારીનું પ્રતિબિબ આપે છે. નગરપાલિકાઓમાં મતદાનનો પ્રતિસાદ થોડો વધુ રહી ૫૯.૫૩% સુધી પહોંચ્યો હતો. નગરપાલિકા પેટાચૂંટણીઓમાં પણ નાગરિકોએ સારો પ્રતિસાદ આપતા ૫૫.૩૮% મતદાન નોંધાયું છે. શહેરો અને નગરોમાં કામકાજ, રોજગાર તથા અન્ય વ્યસ્તતાઓ વચ્ચે પણ લોકતંત્ર પ્રત્યેની જવાબદારી લોકો દ્વારા નિભાવવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા પંચાયત માટે ૬૧.૭૭% મતદાન નોંધાયું છે, જે ગ્રામ્ય મતદારોની લોકતંત્ર પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે. ખાસ કરીને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાનનો પ્રતિસાદ તમામ સંસ્થાઓ કરતાં સૌથી વધુ રહ્યો છે. તાલુકા પંચાયત માટે કુલ ૬૨.૪૫% મતદાન નોંધાતા ગ્રામ્ય સ્તરે લોકતંત્રને વધુ મજબૂત બનાવવાનો સંકેત મળે છે. ગ્રામ્ય મતદારોની સક્રિય હાજરીએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને વધુ મહત્વપૂર્ણ બનાવી છે.
આ ચૂંટણીમાં પુરુષ મતદારોમાં મતદાન ટકાવારીસ્ત્રી મતદારોની સરખામણીએ વધુ નોંધાઈ છે. પુરુષોએ મોટા પ્રમાણમાં મતદાન કેન્દ્રો સુધી પહોંચી મતદાન કર્યું, જ્યારેસ્ત્રીમતદારોમાં ભાગીદારી હોંશભેર હોવા છતાં તુલનાત્મક રીતે ઓછી રહી હોવાનું આંકડાઓ દર્શાવે છે. તંત્ર દ્વારા બંને લિગના મતદારોને પ્રોત્સાહિત કરવા જાગૃતિ અભિયાન હાથ ધરાયા હોવા છતાં પુરુષ મતદારોની હાજરી વધારે દેખાઈ છે. ચૂંટણી પૂર્ણ થતાં હવે પરિણામો પર સૌની નજર ટકેલી છે.
(9:59 AM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 