<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

અરવલ્લીની પર્વતમાળાનાં સંરક્ષણને માટેની હાઈપાવર કમિટીએ ઈડરનાં લાલોડા વિસ્તારની લીઝની લીધી મુલાકાત

લાલોડા વિસ્તારમાં થયેલાં ભારે ખોદકામનાં સ્થળનું કરાયુ નિરીક્ષણ: સ્થળ નિરીક્ષણ બાદ હિંમતનગરમાં બેઠક યોજાશે.

અરવલ્લીની પર્વતમાળાનાં સંરક્ષણને લઈ હાઈપાવર કમિટીએ ઈડરનાં લાલોડા વિસ્તારની લીઝની મુલાકાત લીધી હતી .લાલોડા વિસ્તારમાં આખો ડુંગર જ ખાણીયાઓએ ખોદી નાખ્યો છે. લાલોડા વિસ્તારમાં થયેલાં ભારે ખોદકામનાં સ્થળનું નિરીક્ષણ કરાયું હતું સુપ્રિમ કોર્ટે રચેલી હાઈપાવર કમિટીએ રુબરુ નિરીક્ષણ કર્યું હતું સ્થળ નિરીક્ષણ બાદ હિંમતનગરમાં બેઠક યોજાશે. અધિકારીઓ, સ્થાનિક સંસ્થાઓ, આગેવાનો, લીઝધારકો પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. ઈડર ગઢ બચાવ અભિયાનમાં જોડાયેલા પ્રકૃતિ પ્રેમીઓ પણ બેઠકમાં જોડાશે. જેમાં સૂચનો અને મંતવ્યો મેળવવામાં આવશે.

(8:45 PM IST)