તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
હાઇકોર્ટે 17 દિવસના બાળકની માતા શકુન્તલાબેન વસાવાના જામીન મંજુર કર્યા
વનકર્મી પર હુમલાના કેસમાં ચૈતર વસાવા સાથે અન્યોને ૭ વર્ષની સજા થઈ હતી....

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષ ૨૦૨૩ ના કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે ગત ૨૩ જૂનના રોજ ધારાસભ્ય ચૈતર વસાવા એમના પત્ની શકુંતલાબેન વસાવા સહિત 5 પુરુષ અને 4 મહિલાઓને 7 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્ટે જ્યારે સજા સંભળાવી ત્યારે આ કેસમાં સામેલ એક 32 વર્ષીય મહિલા આરોપી શુકવંતા વસાવા પોતાના માત્ર 17 દિવસના નવજાત બાળકને સાથે લઈને જેલમાં ગઈ હતી.જેને પગલે સોશિયલ મીડિયામાં અને સ્થાનિક સ્તરે આ માસૂમ બાળક પ્રત્યે ભારે સંવેદના જોવા મળી રહી હતી અને મહિલાને જામીન આપવા માટે સતત માંગ ઉઠી રહી હતી.
આ સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે 2 જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટે નવજાત બાળકના સ્વાસ્થ્ય અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે આ મહિલા આરોપી શુકવંતા વસાવાના જામીન મંજૂર કર્યા છે.અત્રે નોંધનીય છે કે બે દિવસ પહેલાં સાંસદ મનસુખ વસાવાએ પણ જણાવ્યું હતું કે આ મહિલાને મુક્તિ મળે તે માટે યોગ્ય જગ્યાએ રજૂઆત કરીશ.ત્યારે હવે હાઈકોર્ટે જામીન આપતા આ નવજાત બાળક અને તેમની માતા જેલમાંથી બહાર આવશે, જેને પગલે પરિવારમાં ભારે રાહત વ્યાપી ગઈ છે.તો બીજી બાજુ આ કેસની વધુ આગામી સુનાવણી આગામી 7 જુલાઈના રોજ નક્કી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
