તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રાત્રે 9 વાગ્યા સુધી હાઈ એલર્ટ જાહેર: ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી
ભારે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે :ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વ્યાપક પવન સાથે વરસાદનું એલર્ટ:રાજકોટ, જૂનાગઢ, ડાંગ, વલસાડ અને તાપી જિલ્લાઓમાં પણ તીવ્ર ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના

ગુજરાતમાં ચોમાસાના આગમન પૂર્વે જ હવામાનમાં મોટો પલટો આવ્યો છે.પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધુ સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારો માટે એક વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે.આ બુલેટિન અનુસાર આજે સાંજે 5:00 વાગ્યાથી રાત્રે 9:00 વાગ્યા સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાત્રે 9:00 વાગ્યા સુધી વાતાવરણમાં ભારે પલટો આવશે અને અનેક વિસ્તારોમાં તેજ ગતિએ પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે.હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના તેમજ સરહદી વિસ્તારો માટે વિશેષ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વ્યાપક પવન સાથે વરસાદનું એલર્ટ છે.
આ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, ડાંગ, વલસાડ અને તાપી જિલ્લાઓમાં પણ તીવ્ર ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.એક સાથે ત્રણ અલગ અલગ વેધર સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે.જે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જી શકે છે.હવામાન વિભાગે સ્થાનિક વહીવટી તંત્ર અને નાગરિકોને આ ચાર કલાક દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેત રહેવા અપીલ કરી છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
