તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકા ગાંજા સાથે એક ઇસમ ને 92,400 ના મુદામાલ સાથે ઝડપી પાડતી SOG, નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જીલ્લા I/C પોલીસ અધિક્ષક પી.આર.પટેલ નાઓ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર ચાલતી માદક પદાર્થોની હેરાફેરી/વેચાણની પ્રવૃતિ ઓને સંપૂર્ણ રીતે નેસ્ત નાબુદ કરવા પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા એસ.ઓ.જી શાખા નર્મદા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર સી.ડી.પટેલ તથા એસ.ઓ.જી શાખાનાં માણસો દ્વારા મળેલ બાતમી આધારે હિતેશભાઇ અરવિંદભાઇ વસાવા (રહે- જીતનગર તા.નાંદોદ જી. નર્મદા )પોતાના કબજા ભોગવટા ના રહેણાંક ઘરમાંથી વેચાણ કરવા માટે રાખેલ ગેરકાયદેસર માદક પદાર્થ સુકો ગાંજો ૧ કિલો ૬૩૮ ગ્રામ કિ.રૂ.૮૧,૯૦૦/- તથા એક મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ઇલેકટ્રીકટ વજન કાંટો કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂ.૯૨,૪૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી રાજપીપલા પોલીસ સ્ટેશન કે કાર્યવાહી કરેલ છે. તેમજ નર્મદા જીલ્લા પોલીસ નાર્કોટીક્સના ગેરકાયદેસર ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરતાં ઈસમોની પ્રવૃત્તિને ડામવા માટે સતત પ્રયત્નશીલ છે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
