<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

હિલ સ્ટેશન સાપુતારામાં પ્રવાસીઓનો ભારે ધસારો :વિકએન્ડના કારણે તમામ હોટલો હાઉસફુલ

લીલાછમ ડુંગરો, ગાઢ ધુમ્મસ અને વરસાદી માહોલની મજા માણવા રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા

વલસાડ : ચોમાસાના આગમન સાથે જ ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં પ્રવાસીઓનો ભારે ધસારો શરૂ થયો છે. .શનિ-રવિવારની રજાના માહોલ અને લીલાછમ ડુંગરો, ગાઢ ધુમ્મસ અને વરસાદી માહોલની મજા માણવા રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે , સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલતાં પ્રકૃતિપ્રેમીઓ માટે તે પ્રથમ પસંદગી બન્યું  છે સર્પગંગા તળાવમાં નૌકાવિહાર અને ટેબલ પોઇન્ટ પર એડવેન્ચર એક્ટિવિટીઝ માટે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. વિકએન્ડના કારણે સાપુતારાની તમામ હોટલો હાઉસફુલ થઈ ગઈ હતી..

(5:59 PM IST)