તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભેદભર ખાડીમાં પાણીની આવક વધી: બમરોલી મુખ્ય રોડ પાણીમાં ગરકાવ
મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી અને વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારીઓ અંગે ફરી સવાલો ઉભા કર્યા

સુરતમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભેદભર ખાડીમાં પાણીની આવક વધી હતી, જેના પરિણામે ખાડી ઓવરફ્લો થતાં બમરોલી ગામ તરફ જતો મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. રોડ પર નોંધપાત્ર પ્રમાણમાં પાણી ભરાઈ જવા છતાં વાહનવ્યવહાર માટે માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોના જીવ પર જોખમ ઊભું થયું હતું. આ ઘટનાએ ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી અને વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારીઓ અંગે સવાલો ઉભા કર્યા છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
