<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

બનાસકાંઠાના થરાદમાં અતિભારે વરસાદના પગલે તમામ નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ

ગણેશ સોસાયટી, હનુમાન ચોક તેમજ તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : વરસાદી પાણી અનેક વિસ્તારો અને લોકોના ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિકો ભારે હાલાકી

બનાસકાંઠાના થરાદમાં 4.5 ઇંચથી વધુ ભારે વરસાદ ખાબકતાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી અનેક વિસ્તારો અને લોકોના ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિકો ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે અને તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પાણી ભરાવાના કારણે હાઇવેની એકતરફનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવો પડ્યો છે, જ્યારે સ્થિતિ ગંભીર બનતાં અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

થરાદમાં અતિભારે વરસાદના પગલે ગણેશ સોસાયટી, હનુમાન ચોક તેમજ તમામ નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યાં ચારેય તરફ વરસાદી પાણી ભરાઈ ગયા છે. ફોર લાઇન હાઇવે સહિતના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં અનેક વાહનો ફસાયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, માત્ર પહેલા જ ભારે વરસાદમાં નગરપાલિકાના પ્રિ-મોન્સૂન કામગીરીના તમામ દાવા પોકળ સાબિત થયા છે અને તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

(12:11 AM IST)