તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
સુરત જિલ્લામાં વરસાદના કારણે ડાંગરના પાકને મોટું નુકશાન : અચાનક વરસેલા વરસાદે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું
હાઈવે પર સૂકવવા મુકાયેલો ડાંગર વરસાદી પાણીમાં પલળી જતાં પાકની ગુણવત્તા પર અસર થવાની ભીતિ

સુરત જિલ્લામાં પડેલા અચાનક વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. વરસાદના કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ભેજવાળું ડાંગર સૂકવવા માટે કેટલાક ખેડૂતો દ્વારા હાઈવેની બાજુમાં ડાંગર પાથરવામાં આવ્યું હતું, પરંતુ અચાનક વરસેલા વરસાદે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું હતું. હાઈવે પર સૂકવવા મુકાયેલો ડાંગર વરસાદી પાણીમાં પલળી જતાં પાકની ગુણવત્તા પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, ભેજ દૂર કરવા માટે અન્ય કોઈ યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી તેમણે હાઈવેનો સહારો લીધો હતો. જોકે કમોસમી વરસાદના કારણે હવે તેમને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, જેના કારણે ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
