<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

સુરત શહેરમાં ધોધમાર વરસાદને કારણે હરીદર્શન વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે જનજીવન પ્રભાવિત બન્યું : નીચાણવાળા વિસ્તારોમાંથી અનેક લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી રેસ્ક્યૂ કરાયું

સુરત શહેરમાં ધોધમાર વરસાદને કારણે હરીદર્શન વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કેડસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક સુધી વધુ ભારે વરસાદની આગાહી કરી હોવાથી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો સતત મોનિટરિંગમાં જોડાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાંથી અનેક લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે, જ્યારે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

(6:54 PM IST)