તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
સેલંબામાં ભારે વરસાદથી ત્રણ કોઝવેને નુકસાન: ગ્રામ પંચાયત અને આપદા મિત્રોની ત્વરિત કામગીરીથી રાહત
પાણીના કારણે માર્ગ વ્યવહાર ખોરવાતા સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામમાં ભારે વરસાદને કારણે ઉપરવાસમાંથી આવેલા પાણીના જોરદાર પ્રવાહથી ગામના ત્રણ કોઝવે (બ્રિજ) ને નુકસાન પહોંચ્યું હતું. પાણીના કારણે માર્ગ વ્યવહાર ખોરવાતા સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સેલંબા ગ્રામ પંચાયત, પ્રદેશ યુવા મોરચાના મંત્રી આકાશભાઈ તડવી, સરપંચ, આપદા મિત્રો અને પોલીસ સ્ટાફે સતત વરસાદ વચ્ચે સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે રાહત કામગીરી હાથ ધરી હતી.
ત્રણેય કોઝવે પાસે જમા થયેલો કચરો દૂર કરવામાં આવ્યો, બ્રિજના પાઈપો ખુલ્લા કરાવી પાણીનો પ્રવાહ સરળ બનાવવામાં આવ્યો તેમજ અંબિકા નદી ઉપર આવેલા સેલંબા મુખ્ય પુલ પર અટવાયેલો કચરો પણ જેસીબી મશીનની મદદથી સાફ કરવામાં આવ્યો.
પાણીનું સ્તર ઘટતા તાત્કાલિક સફાઈ પૂર્ણ કરી માર્ગ ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો. ખાસ કરીને શાળાએ જતા નાના બાળકો અને અન્ય રાહદારીઓને મુશ્કેલી ન પડે તે માટે ઝડપી કામગીરી કરવામાં આવી હતી.
સ્થાનિક લોકોએ સમયસર કામગીરી બદલ ગ્રામ પંચાયત, આપદા મિત્રો, પોલીસ સ્ટાફ અને રાહત કામગીરીમાં જોડાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
