<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

વડોદરાના સાવલી તાલુકામાં ભારે વરસાદને પગલે નાળું ધોવાઈ જતા વાહન-વ્યવહાર બંધ: ખેતરો જળબંબાકાર

રસ્તો રીપેર નહીં થાય ત્યાં સુધી ધનતેજની આસપાસના તેમજ સધાપુરાની નજીકના ગામોમાં રહેતા વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારી વર્ગ અને ખેડૂતોને દૂરના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડશે.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભારે વરસાદને લીધે રસ્તો ધોવાઈ જતા વાહન-વ્યવહારને અસર થઇ છે. ધોધમાર વરસાદને કારણે ખેતરો પણ જળબંબાકાર થઈ ગયા હતા, જેથી ધનતેજ સધાપુરા ગામને જોડતા માર્ગનું નાળું ધોવાતા અવરજવર બંધ થઈ ગઈ છે. 

 વડોદરા જિલ્લામાં પહેલા જ વરસાદમાં પ્રિમોનસૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે. સાવલી તાલુકામાં રસ્તો ધોવાઈ જતા અનેક ગામોની અવરજવર પર અસર થઈ છે. ગઈ મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદને કારણે સાવલી તાલુકામાં ખેતરો જળબંબાકાર થઈ ગયા હતા. જે દરમિયાન પાણીના વહેણને કારણે ધનતેજ સધાપુરા ગામને જોડતા માર્ગનું નાળું ધોવાતા અવરજવર બંધ થઈ ગઈ છે. રસ્તો રીપેર નહીં થાય ત્યાં સુધી ધનતેજની આસપાસના તેમજ સધાપુરાની નજીકના ગામોમાં રહેતા વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારી વર્ગ અને ખેડૂતોને દૂરના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડશે.    

(1:22 AM IST)