તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Friday, 31st July 2026
મહિસાગરમાં ધોધમાર વરસાદથી બજારમાં પાણી ભરાયા : કાલે શાળા-કોલેજોમાં રજા
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

મહિસાગર જિલ્લામાં સમી સાંજે ધોધમાર વરસાદ વરસતા લુણાવાડાના દરકોલી દરવાજા, માંડવી બજાર અને અસ્તાનાબજાર હાટડીયા બજારમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો . ગાજવીજ સાથે વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો . ભારે વરસાદની સ્થિતિને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ આવતીકાલે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
