તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: નવસારી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
અનેક જિલ્લામાં યલો એલર્ટ : અમદાવાદમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસવાની શક્યતા

અમદાવાદ : હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, સુરત, તાપી અને અમરેલી જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી આગાહી હોવાથી લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
