<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : અમદાવાદ, વડોદરા અને સુરત સહીત 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગામી 6 દિવસ સુધી ભારે વરસાદી માહોલ યથાવત રહેવાની પ્રબળ શક્યતા:રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ અને પવનના ફુંકાવા સાથે ધોધમાર વરસાદ ખાબકશે

અમદાવાદ :ગુજરાતમાં ચોમાસાનો વધુ એક ભયાનક રાઉન્ડ શરુ થવા જઈ રહ્યો છે. રાજ્યમાં આજથી વરસાદનું જોર નોંધપાત્ર રીતે વધવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે, જેને પગલે સમગ્ર વહીવટી તંત્રને સતર્ક કરી દેવામાં આવ્યું છે.

હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન મુજબ, રાજ્યના 8 મુખ્ય જિલ્લાઓ માટે ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અમદાવાદ આણંદ  વડોદરા

, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ટૂંકા સમયમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

હવામાન પ્રણાલીઓ અને સક્રિય મોન્સૂન સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મૂશળધારથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. નદી-નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાવાની તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી 6 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામશે. રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે ગાજવીજ અને પવનના ફુંકાવા સાથે ધોધમાર વરસાદ વરસશે. તંત્ર દ્વારા નીચાણવાળા અને નદી કિનારે રહેતા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે

(2:37 PM IST)