તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Saturday, 19th September 2026
આણંદ-ભાવનગર જિલ્લાના ઢસા ઘોઘા સમડી અને સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં ધોધમાર વરસાદ

( જયેશ ભટાસણા દ્વારા) ટંકારા તા.૧૯ : ગુજરાતમાં વરસાદે ફરી જોર પકડ્યું છે. અત્યારે પોણા પાંચ વાગ્યાના અરસામાં રાજ્યના ત્રણ વિસ્તારોમાં એક સાથે ધોધમાર વરસાદ શરૂ થયાના અહેવાલ મળી રહ્યા છે.
આણંદ શહેરમાં સાંજે 4:45 વાગ્યે આકાશ કાળું ડિબાંગ થઈ ગયું હતું અને ધોધમાર વરસાદ શરૂ થયો છે. રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થયું છે.
ભાવનગર જિલ્લાના ઢસા ઘોઘા સમડી પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. સારો એવો વરસાદ વરસી રહ્યો હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. ઇડર ગઢ પર વાદળો છવાયા છે અને અત્યારે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સાંજે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
