તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
બનાસકાંઠાના ધાનેરામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે રેલ નદીમાં નવા નીરની આવક
બાપલા અને વાછોલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ :ખેડૂતોમાં ભારે આનંદની લાગણી: નદી-નાળા જીવંત થતા ખેડૂતો હવે વાવણીના કાર્યમાં લાગી ગયા

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકમાં મેઘરાજાએ મહેર વરસાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમી અને ઉકળાટનો સામનો કરી રહેલા સ્થાનિકો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વિસ્તારની નદીઓ અને નાળા ફરી એકવાર જીવંત થયા છે.
મુખ્યત્વે ધાનેરાની જીવાદોરી સમાન રેલ નદી માં નવા નીરની આવક થતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાપલા અને વાછોલ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેતરોમાં પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. લાંબા સમયથી પાક માટે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો હવે વાવણીની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે.
આ વરસાદ પાક માટે અત્યંત અનુકૂળ છે. નદી-નાળાં છલકાતા ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા છે, જે આગામી સમયમાં ખેતી માટે ફાયદાકારક રહેશે. અત્યારે તો સમગ્ર પંથકમાં વરસાદની ખુશી છવાયેલી છે.
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
