<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

અમદાવાદ અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે ;અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ જવાની શક્યતા

આંબલી, બોપલ, ઘુમા જેવા પોશ વિસ્તારો ઉપરાંત ઓઢવ, નિકોલ, અમરાઈવાડી, કડી-કલોલ અને માણસા વિસ્તારમાં પણ ભારે વરસાદની સંભાવના

અમદાવાદ : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદના વધુ એક જોરદાર રાઉન્ડની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ મેઘરાજાની ધોધમાર એન્ટ્રીથી બંને શહેરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ જવાની શક્યતા છે.

   ખાસ કરીને આંબલી, બોપલ, ઘુમા જેવા પોશ વિસ્તારો ઉપરાંત ઓઢવ, નિકોલ, અમરાઈવાડી, કડી-કલોલ અને માણસા વિસ્તારમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સતત વરસાદને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળભરાવ, વાહનવ્યવહાર પર અસર અને જનજીવન પ્રભાવિત થવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

(9:31 PM IST)