<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

અમદાવાદમાં મુશળધાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાય : રસ્તાઓ નદીમાં ફેરવાયા: પોલીસ મદદગાર બની

શાહીબાગ વિસ્તારમાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણીના કારણે મોટા પ્રમાણમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ

અમદાવાદ : શહેરના શાહીબાગ વિસ્તારમાંથી પોલીસની માનવતા અને ફરજપરાયણતાનું એક ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. શાહીબાગ વિસ્તારમાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણીના કારણે મોટા પ્રમાણમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.

આ દરમિયાન રોજગારી માટે ફ્રૂટની લારી લઈને નીકળેલા એક મહિલા અચાનક પાણીના ભારે પ્રવાહ અને પાણી ભરાવાના કારણે રસ્તા વચ્ચે ફસાઈ ગયા હતા. લારી ભારે હોવાને કારણે અને આસપાસ પાણી વધુ હોવાથી તેઓ એકલા બહાર નીકળવા માટે સંપૂર્ણપણે અસમર્થ બન્યા હતા અને મુશ્કેલીમાં મુકાયા હતા.

 

 

આ પરિસ્થિતિ પર જ્યારે શાહીબાગ પોલીસ સ્ટેશનના ફરજ પરના જવાનોની નજર પડી, ત્યારે તેઓએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ત્વરિત માનવતા દાખવી હતી. વરસતા ધોધમાર વરસાદ અને જીવ જોખમમાં મૂકે તેવા ઘૂંટણસમા પાણીની પરવા કર્યા વગર પોલીસકર્મીઓ તરત જ દોડી ગયા હતા. પોલીસ જવાનોએ ભારે પાણીની વચ્ચે જઈને તે મહિલાને હિંમત આપી હતી અને ફ્રૂટની લારી સાથે તેમને સહીસલામત અને હેમખેમ પાણીની બહાર સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા હતા.

(1:33 PM IST)