<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

વલસાડમાં ભારે વરસાદ : વ્હોરા મસ્જિદ નજીક આવેલી જર્જરિત લાઈબ્રેરીનો એક ભાગ અચાનક ધરાશાયી

પાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી

વલસાડમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે વ્હોરા મસ્જિદ નજીક આવેલી જર્જરિત લાઈબ્રેરીનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો. ઘટનાની જાણ થતાં પાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી, જોકે ઘટનાએ જર્જરિત ઇમારતોની સલામતી અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા ઊભા કર્યા છે.

(12:57 PM IST)