તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
સુરતમાં ભારે વરસાદથી મીનીબજાર ખાતે વિશાળ વૃક્ષ ધરાશયી : ચાલુ બાઈક પર જતા લોકો પર ઝાડ પડતા બેના મોત :ત્રણને ઇજા
ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો:રોડ પર તૂટી પડેલા મહાકાય વૃક્ષને કાપીને દૂર કરાયું : મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

સુરત શહેરમાં ભારે વરસાદથી મીનીબજાર ખાતે વિશાળ વૃક્ષ પડતા બેના મોત થયા છે. વરાછા મિનિબજાર પાસે ઝાડ પડતા પાંચ લોકો દબાયા હતા. ચાલુ બાઈક પર જતા લોકો પર ઝાડ પડતા બે ના મોત થયા છે. ત્રણ ઈજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. રોડ પર તૂટી પડેલા મહાકાય વૃક્ષને કાપીને દૂર કરવામાં આવ્યું હતું. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
