તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
આણંદના પેટલાદમાં ધોધમાર વરસાદ: દુકાનો અને માર્ગો પાણી-પાણી, પ્રી-મોન્સૂન કામગીરી સામે વેપારીઓમાં રોષ
વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરીના પોકળ દાવા સામે સ્થાનિકો અને વેપારીઓ દ્વારા ગંભીર સવાલો ઉઠાવાયા

આણંદ જિલ્લાના પેટલાદમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબકતાં કોલેજ ચોકડી સહિતના નીચાણવાળા તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મુસળધાર વરસાદના કારણે મુખ્ય માર્ગો પર જળબંબાકાર થવા સાથે અનેક દુકાનોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક વેપારી ભારે પરેશાનીમાં મુકાયા છે. ચોમાસાની શરૂઆતમાં જ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરીના પોકળ દાવા સામે સ્થાનિકો અને વેપારીઓ દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
